Gopi Geet
गोप्य ऊचुः

ગોપીઓ કહેઃ

जयति तेऽधिकं जन्मना व्रजः
श्रयत इन्दिरा शश्वदत्र हि ।
दयित दृश्यतां दिक्षु तावका-
स्त्वयि धृतासवस्त्वां विचिन्वते ॥ १॥

વિજયવાન છે વિશ્વમાં થયું, જનમિયા તમે તે થકી વ્રજ;
સતત ઈન્દિરાવાસ છે અહીં, સુખદ શ્રેષ્ઠ છે સર્વથી વ્રજ.
પણ નથી અમોને જરી સુખ, પ્રિય અમે તમોને જ શોધિયે.
પ્રિય તમે લઈ પ્રાણ ક્યાં ગયા? પ્રકટ થાવ સૌ, હાથ જોડિયે.
शरदुदाशये साधुजातस-
त्सरसिजोदरश्रीमुषा दृशा ।
सुरतनाथ तेऽशुल्कदासिका
वरद निघ्नतो नेह किं वधः ॥ २॥
શરદ ઋતુના સર્વરી ઉગ્યા, સરસ પદ્મથી દિવ્ય દ્રષ્ટિથી,
ઉર હણ્યા તમે, એ નથી વધ? પ્રભુ, અમે બધી શુદ્ર દાસિકા.
विषजलाप्ययाद्व्यालराक्षसा-
द्वर्षमारुताद्वैद्युतानलात् ।
वृषमयात्मजाद्विश्वतोभया-
दृषभ ते वयं रक्षिता मुहुः ॥ ३॥

વિષ વારિથી ને અઘાસુર, પવન વૃષ્ટિ ને વીજ આગથી,
અસુર વ્યોમ ને વૃષલ બેય થી, બહુય રક્ષિયા હે પ્રભો! તમે.

न खलु गोपिकानन्दनो भवा-
नखिलदेहिनामन्तरात्मदृक् ।
विखनसार्थितो विश्वगुप्तये
सख उदेयिवान्सात्वतां कुले ॥ ४॥
સુત નથી યશોદા તણા તમે, સકળ સૃષ્ટિના પ્રાણનાથ છો;
જગત રક્ષવા બ્રહ્મ પ્રાર્થતા, યદુકુલે તમે જન્મ છે ધર્યો
विरचिताभयं वृष्णिधुर्य ते
चरणमीयुषां संसृतेर्भयात् ।
करसरोरुहं कान्त कामदं
शिरसि धेहि नः श्रीकरग्रहम् ॥ ५॥
ભવ ભર્યે ભર્યા લોકને સદા, અભય આપતો હાથ આપનો.
કમળહાથ તે શ્રી કર ગ્રહ, અમ શિરે મુકો કામ કાપતો.
व्रजजनार्तिहन्वीर योषितां
निजजनस्मयध्वंसनस्मित ।
भज सखे भवत्किंकरीः स्म नो
जलरुहाननं चारु दर्शय ॥ ६॥
વ્રજજનો તણાં કષ્ટ કાપતાં, સ્મિત થકી સદા ગર્વ ગાળતાં.
ચરણસેવિકા સૌ ખરે અમે, વદનપદ્મનું દાન દો તમે.
प्रणतदेहिनां पापकर्शनं
तृणचरानुगं श्रीनिकेतनम् ।
फणिफणार्पितं ते पदांबुजं
कृणु कुचेषु नः कृन्धि हृच्छयम् ॥ ७॥
પ્રણતલોકનાં પાપ ટાળતું, વનમહીં જતું શ્રીતણું ઘર,
ફણિફણા પરે મૂક્યુ જે તમે, ચરણ વિશ્વના એક હે વર!
અમ ઉરપ્રદેશે મૂકો હવે, હૃદય તાપ કે શાંત સૌ બને.
मधुरया गिरा वल्गुवाक्यया
बुधमनोज्ञया पुष्करेक्षण ।
विधिकरीरिमा वीर मुह्यती-
रधरसीधुनाऽऽप्याययस्व नः ॥ ८॥
મધુરવાણીથી મોહ પામતાં, બુધજનોય હે પદ્મલોચન!
મધુરવાણીથી મોહ પામતી, બહુ પ્રભો, અમે ગોપીકા વન.
પ્રણયની સુધા પાવ પ્રેમથી, હૃદય દાન દો સૃષ્ટિના ધન!
तव कथामृतं तप्तजीवनं
कविभिरीडितं कल्मषापहम् ।
श्रवणमङ्गलं श्रीमदाततं
भुवि गृणन्ति ते भूरिदा जनाः ॥ ९॥
મધુ કથાસુધા તપ્ત જીવને, પરમશાંતિને આપનાર છે.
કવિથકી ઘણી છે ગવાયેલી, વિપદ પાપથી તારનાર છે.
સુખદ ચારુ ને ગૂઢ છે ઘણી, શ્રવણથી સદા શ્રેય આપતી.
તવ કથાસુધા પાન જે કરે, પરમદાન તે વિશ્વને કરે.
प्रहसितं प्रिय प्रेमवीक्षणं
विहरणं च ते ध्यानमङ्गलम् ।
रहसि संविदो या हृदिस्पृशः
कुहक नो मनः क्षोभयन्ति हि ॥ १०॥
પરમ હાસ્ય ને દ્રષ્ટિપાત ને, તુજ વિહાર સૌ ધ્યાન મંગલ
સુખદ શબ્દ એકાંત કાળના, હૃદય સ્પર્શતા નંદનંદન!
સ્મરણથી જ તે દુઃખ આપતાં, કપટમિત્ર હે, એકલા થતાં.
चलसि यद्व्रजाच्चारयन्पशून्
नलिनसुन्दरं नाथ ते पदम् ।
शिलतृणाङ्कुरैः सीदतीति नः
कलिलतां मनः कान्त गच्छति ॥ ११॥

પશુ લઈ તમે જાવ ચારવા, વ્રજ થકી વને ગાય પાળવા,
કમળથીય છે પાય કોમળા, નિરખતાં ખરે થાય છે વ્યથા.
તણખલાં વળી કષ્ટ આપશે, સહન દુઃખ એ શેં કરી થશે?
કઠિન ભૂમિનો સ્પર્શ શેં થશે? કઠિન ભૂમિનો સ્પર્શ શેં થશે?

दिनपरिक्षये नीलकुन्तलै-
र्वनरुहाननं बिभ्रदावृतम् ।
घनरजस्वलं दर्शयन्मुहु-
र्मनसि नः स्मरं वीर यच्छसि ॥ १२॥

દિન પૂરો થતાં ગૌ લઈ ફરો, મધુરકેશ હે, ચિત્તને હરો;
રજ છવાયેલી પદ્મશા મુખે, નિરખિયે અમે દ્રશ્ય તે સમે,
હૃદયમાં થતો પ્રેમ તે સમે, મિલન માગતાં વીર હે અમે.

प्रणतकामदं पद्मजार्चितं
धरणिमण्डनं ध्येयमापदि ।
चरणपङ्कजं शंतमं च ते
रमण नः स्तनेष्वर्पयाधिहन् ॥ १३॥

સતત સેવતાં દિવ્ય ભક્તની, સકલ કામના પૂર્ણ જે કરે.
ચરણ પદ્મજા પૂજ્ય તે ખરે, ભૂષણ ભૂમિના કષ્ટને હરે.
ચરણ તે તમે પ્રેમથી સદા, ઉર પરે મૂકો તાપ કે ટળે.

सुरतवर्धनं शोकनाशनं
स्वरितवेणुना सुष्ठु चुम्बितम् ।
इतररागविस्मारणं नृणां
वितर वीर नस्तेऽधरामृतम् ॥ १४॥

મિલન આશને જે વધારતી, સ્વરિત વેણુથી છે ચુમાયલી
ઈતર રાગ સૌને ભૂલાવતી, ક્ષણિક સ્વાદથી સ્વર્ગ આપતી,
પરમ પાવ તે ખૂબ પ્રેમથી, પ્રણયની સુધા ક્લેષ કાપતી.

अटति यद्भवानह्नि काननं
त्रुटिर्युगायते त्वामपश्यताम् ।
कुटिलकुन्तलं श्रीमुखं च ते
जड उदीक्षतां पक्ष्मकृद्दृशाम् ॥ १५॥

વનમહીં તમે જાવ તે સમે, યુગસમી ક્ષણો દીસતી ખરે;
વદન કેશથી યુક્ત દેખતાં, દિન પૂરો થતાં શાંતિ શી મળે,
પણ થતું સદા ચિત્તમાં ફરી, મુરખ પાપણો જેહણે કરી.

पतिसुतान्वयभ्रातृबान्धवा-
नतिविलङ्घ्य तेऽन्त्यच्युतागताः ।
गतिविदस्तवोद्गीतमोहिताः
कितव योषितः कस्त्यजेन्निशि ॥ १६॥

પતિ તજી તજી બંધુ ભ્રાતને, સ્વજનો સૌ અમે આવિયાં અહીં
મધુરગાનથી મોહ પામતાં, ઘર તજી અમે આવિયાં અહીં
તુજ વિના તજે કોણ નારને, મધુર રાતમાં પ્રેમસારને?

रहसि संविदं हृच्छयोदयं
प्रहसिताननं प्रेमवीक्षणम् ।
बृहदुरः श्रियो वीक्ष्य धाम ते
मुहुरतिस्पृहा मुह्यते मनः ॥ १७॥

પ્રણયવાતથી પ્રેમ થાય છે, વદનના સ્મિતે પ્રાણ ન્હાય છે.
નયન શ્રી તણાં ધામ શું મહા, ઉર નિહાળતાં શાંતિ થાય છે.
મધુર રૂપ તે યાદ આવતાં, મિલન ચારૂ આ ચિત્ત ચ્હાય છે.

व्रजवनौकसां व्यक्तिरङ्ग ते
वृजिनहन्त्र्यलं विश्वमङ्गलम् ।
त्यज मनाक् च नस्त्वत्स्पृहात्मनां
स्वजनहृद्रुजां यन्निषूदनम् ॥ १८॥

સકળ વિશ્વ ને વ્રજજનો તણી, વિપદ ટાળવા જન્મિયા તમે,
સ્મૃતિ નથી રહી એ વિચારની, હજુય ગુપ્ત તો કાં રહ્યા તમે?
પ્રણયપ્રાણની કૈં દવા કરો, નિજજનો તણાં દરદને હરો.

यत्ते सुजातचरणाम्बुरुहं स्तनेष
भीताः शनैः प्रिय दधीमहि कर्कशेषु ।
तेनाटवीमटसि तद्व्यथते न किंस्वित्
कूर्पादिभिर्भ्रमति धीर्भवदायुषां नः ॥ १९॥

છે કોમળાં કમળથી ચરણો તમારાં, બ્હિતા કઠોર હૃદયે મુકિયે અમારાં;
તેવાં લઈ ચરણ આ વનમાં ફરો છો, રાતે ખરે હૃદય શોક થકી ભરો છો;
કાંટા અને સખત કંકર કૈંક વાગે, એવા વિચાર કરતાં અતિદુઃખ જાગે.
અર્પ્યું અમે હૃદય હે પ્રભુજી તમોને, તો શીઘ્ર દર્શન હવે પ્રિય દો અમોને.